Thursday, June 17, 2021

ગુજરાત માં ચૂંટણીઓ પુરી થઇ છે પણ હજી કેટલાક નેતાઓ માટે પાટલી બદલવાને લઇ ને ગરમા ગરમ ચર્ચાઓ ગલીઓ ના નાકે થઇ રહી છે, આવાજ એક નેતા છે કોંગ્રેસ ના અલ્પેશ ઠાકોર, ગુજરાત માં લોકસભા ચૂંટણી ની તારીખો જાહેર થઇ ત્યાર થી અલ્પેશ ઠાકોર ચર્ચા રહ્યો, એક સમયે તો એવું લાગ્યું કે તે કોંગ્રેસ છોડી ભાજપ માં જોડાઈ જશે,

 

પછી એવું ચિત્ર ઉપસ્યું કે અલ્પેશ હવે સાબરકાંઠા કે પાટણ થી લોકસભા ની ટિકિટ માંગશે, વળી પાછું તે કોંગ્રેસ થી ખુબ નારાજ છે અને કોંગ્રેસ માં એનું કોઈ માન-પાન જળવાતું  નથી, આવી હવા ઉડતા કોંગ્રેસ ના આગેવાનો સફાળા જાગી ગયા અને અલ્પેશે પ્રેસ કોંફ્રરન્સ કરી કહેવું પડ્યું કે તે હજી કોંગ્રેસ માં જ છે, આમ પછીની રાત્રે જ ઠાકોર સેના માંથી એને ૨૪કલ્લાક માં કોંગ્રેસ છોડવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું,  સમયે સમયે બદલાતા સમીકરણો થી સામાન્ય માણસ ને ચોક્કસ એવું  લાગ્યું હશે કે કોઈક તો અલ્પેશ ઠાકોર ને ભાજપ ની સ્ક્રીપટ ઉપર ચક્કર ખવડાવી રહ્યું છે, અને છેવટે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ને  છેલ્લા રામ-રામ કરી દીધા,

હવે કોંગ્રેસ તેનું વિધાનસભા નું  પદ રદ્દ કરવા કોર્ટ ચઢે એવું પણ સંભળાઈ રહ્યું છે, પણ સાચી વાત તો એ છે કે જો ઉત્તર ગુજરાત માં કોંગ્રેસ ને નુકસાન થાય અને ભાજપ ને ફાયદો થાય અને કેન્દ્ર માં ભાજપ એકલા હાથે સરકાર રચવા જેટલી સીટો લઇ આવે તો અલ્પેશ ની ભાજપ માં આગતા સ્વાગતા થાય એમાં કોઈ શંકા ને સ્થાન નથી વળી એને સીધું કોઈ મંત્રી પદ પણ મળી જાય અને ગાંધીનગર ની કોઈ કેબિન માં એ મંત્રી તરીકે ની ખુરસી સંભાળતો જોવા મળી શકે એવું પણ બને, પરંતુ હાલ તો અલ્પેશ ઠાકોર ની રાજકીય કારકિર્દી જો અને તો પર છે

 

કારણકે બધું સમું સુતરું પાર ના પડ્યું તો અલ્પેશ માટે આ નિર્ણય બાવા ના બેય બગડ્યા ની કહેવત સાર્થક કરતો બની રહેશે, અથવા તો આ નિર્ણય તેને રાજકીય સફળતા ના ઉંચા શિખરો તરફ લઇ જતો રસ્તો બની રહેશે  જે કઈ પણ હોય પરંતુ એક વાત નક્કી જ છે કે રાજનીતિ માં કોઈ કાયમી શત્રુ કે મિત્ર નથી હોતા બસ પોતાની પરીસ્તિથી મુજબ એક બીજાનો ઉપયોગ કરતા હોય છે

Tags:

0 Comments

Leave a Comment