Thursday, June 17, 2021

એમેઝોને કિંડલ ડાયરેક્ટ પબ્લિશિંગમાં પાંચ ભારતીય ભાષાનો ઉમેરો કર્યો

બેન્ગલુરુ,ઃ

કિંડલ ડાયરેક્ટ પબ્લિશિંગ (કેડીપી) સાથે લેખકો હવે ભારતમાં અને દુનિયાભરમાં ગ્રાહકો માટે હિંદી, તમિળ, મરાઠી, ગુજરાતી અને મલયાલમમાં પોતાનાં ઈબુક્સનું સ્વ- પ્રકાશન કરી શકશે.

આ મફત સેવાને લીધે લેખકોને બજાર ઝડપથી મેળવવામાં, તેમનાં પુસ્તકોના અધિકારો પર નિયંત્રણ રાખવા અને પોતાની યાદીની કિંમતો સ્થાપિત કરવા સાથે તેમના ઈબુક્સના વેચાણ પર ૭૦ ટકા સુધી રોયલ્ટી કમાણી કરવાનો મોકો મળશે. હું૫વર્ષથી કેડીપીનો લેખક છું, એમ એમેઝોન પર પોતાનાં બધાં ઈ-બુક્સ ધરાવતાં લેખિકા સુંદરી વેન્કટરામને જણાવ્યું હતું. ભારતીય ભાષાઓ માટે કેડીપીએ ટેકો આપ્યો તે બહુ સારી વાત છે.

મેં અંગ્રેજીમાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે અને હિંદી તથા તમિળમાં મારાં પુસ્તકો બહાર પાડવાની યોજના છે. કેડીપીએ મને મારી વારતાઓ વિશાળ દર્શકો સુધી લઈ જવા માટેનો માર્ગ આપ્યો છે.

ભારતમાં કિંડલ કન્ટેન્ટના ડાયરેક્ટર સંજીવ ઝાએ જણાવ્યું હતું કે અમે ૨૦૧૬માં ભારતીય ભાષામાં ઈબુક્સ લોન્ચ કર્યાં છે અને કેડીપી પર ભારતીય ભાષાઓનો ઉમેરો થવા સાથે અમે વાચકોને ટાઈટલ્સની વ્યાપક પસંદગી આપીશું. અમને ભારત અને દુનિયાભરમાં લાખ્ખો વાચકોને ભારતીય ભાષાના લેખકોની કૃતિઓ આપવા માટે ભારે રોમાંચિત છીએ. કેડીપી ૨૦૧૨થી ભારતમાં અંગ્રેજી લેખકો માટે જ ઉપલબ્ધ છે.

તેની સેવાઓથી હજારો લેખકોનો લાભ થયો ચે. કોઈ પણ સમયે એમેઝોન.ઈન પર ટોપ ૧૦૦ ઈબુક્સમાંથી ૨૦ ટકા કેડીપીનાં હોય છે. એમેઝોને કિંડલ અનલિમિટેડમાં ભારતીય ભાષાઓમાં પણ ટાઇટલ્સ ઉમેર્યાં છે. આ સબસ્ક્રિપ્શન સર્વિસ હેઠળ માસિક રૂ. ૧૫૦થી શરૂ થતાં પ્લાનમાં ગ્રાહકો એક મિલિયનથી વધુ કિંડલ ઇ-બુક્સમાંથી તેમની પસંદગીની ઇબુક વાંચી શકશે

Tags:

0 Comments

Leave a Comment