Thursday, June 17, 2021

કૃતિ સેનની વાર્ષિક આવક ૨૦ કરોડથી પણ વધારે

મુંબઈ,

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક એક્ટ્રેસ એવી છે. જેણે થોડાક જ સમયમાં પોતાનું નામ બનાવી લીધું છે.

૨૦૧૪માં હીરોપંતી ફિલ્મથી પોતાના કરિયરની શરુઆત કરનારી કૃતિ સેનનની વાર્ષિક ઈનકમ ૨૦ કરોડથી પણ વધારે થઈ ગઈ છે. કૃતિની ઉંમર માત્ર ૨૭ વર્ષ છે અને કૃતિએ અત્યાર સુધી માત્ર ચાર જ ફિલ્મો કરી છે. ગયા વર્ષે ફિલ્મ બરેલી કી બરફીમાં લીડ રોલ કર્યા પછી કૃતિને વધારે લોકો ઓળખતા થયા છે. કૃતિ પાસે ફિલ્મો તો ઓછી આવી પરંતુ ઘણી બધી કંપનીઓએ તેને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે.

કૃતિ અત્યારે ૧૫ કંપનીઓનું બ્રાન્ડ પ્રમોશન કરે છે. આ કંપનીઓમાં ક્લોઝઅપ, બાટા, ઑડી, ટાઈટન રાગા, પેરાશૂટ, ડાબર ફેમ, સ્વાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બોરોપ્લસ વગેરે શામેલ છે અને તે ટુંક સમયમાં કપડાની પોતાની બ્રાન્ડ પણ લોન્ચ કરવા જઇ રહી છે. કૃતિનું નામ અત્યાર સુધી કોઈ પણ પ્રકારના વિવાદમાં નથી સપડાયું. દિલવાલે અને રાબતા પછી ક્રિતી પાસે અર્જુન પટિયાલા, હાઉસફુલ ૪ અને પાણીપત ફિલ્મોઆવી છે.

આ ફિલ્મોમાં તે અક્ષય કુમાર, દિલજીત દોસાંજ, સંજય દત્ત અને અર્જુન કપૂર સાથે કામ કરશ

Tags:

0 Comments

Leave a Comment