Thursday, June 17, 2021

ગાંધી પરિવારે દેશ માટે ઘણું બધુ બલિદાન આપ્યુ છે : શરદ પવાર

ન્યુ દિલ્હી,

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે નહેરુ-ગાંધી પરિવારને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા છે. વડાપ્રધાન મોદીને સલાહ આપતા એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યુ છે કે નહેરુ- ગાંધી પરિવારે દેશ માટે મોટી કુરબાની આપી છે અને તેને વડાપ્રધાને ભૂલવી જોઈએ નહીં.

પવારે વડાપ્રધાન મોદીને અપીલ કરતા કહ્યુ છે કે તેઓ આઝાદી પહેલાથી લઈને અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બલિદાનોને પણ યાદ રાખે. પવારે કહ્યુ છે કે દરેક રેલીમાં મોદી બોલે છે કે એક પરિવારે દેશ પર શાસન કર્યું છે. પરંતુ તેઓ વડાપ્રધાન મોદીને કહેવા માંગે છે કે આ પરિવારે દેશ માટે મોટી કુરબાની આપી છે. જવાહરલાલ નહેરુએ આઝાદીની લડાઈમાં ઘણાં વર્ષો સુધી જેલની સજા કાપી છે.

સૌને ખબર છે કે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા કેવી રીતે થઈ હતી? શરદ પવારે વડાપ્રધાન મોદી પર શાબ્દિક હુમલો કરતા કહ્યુ છે કે પીએમ દ્વારા દેશવાસીઓને વાયદો કરીને તેમને વિકાસના સપના દેખાડવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી પાસે તેમના કરેલા વાયદા સંદર્ભે કહેવા માટે કંઈ નથી. માટે તેઓ હંમેશા એક પરિવાર સંદર્ભે વાત કરતા રહે છે. મહત્વપૂર્ણ છે કે પવારે પહેલા પણ રફાલ મુદ્દા પર વડાપ્રધાન મોદીને ગેર્યા હતા.

ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલી રફાલ ડીલની તેમણે જેપીસી તપાસ કરાવવાની માગણી કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં શરદ પવાર કહી ચક્યા છે કે ૨૦૧૯માં કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થશે. તેમણે ૨૦૧૯માં ૨૦૦૪ જેવી રાજકીય પરિસ્થિતિ પેદા થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી.

Tags:

0 Comments

Leave a Comment