Thursday, June 17, 2021

ગીરમાં સિંહોના મોત મામલે હાઈકોર્ટે કેન્દ્રને ઝાટકી

અમદાવાદ,

ગીરમાં એક બાદ એક ૨૩થી વધુ એશિયાટીક લાયનના મોત થયા બાદ વન વિભાગ અને સરકાર દોડતા થયા હતા. તેની સાથે સાથે સુપ્રીમ અને હાઈકોર્ટે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું હતું. સિંહોના મોત મામલે આજે ગુજરાત હાઈકોર્ટે નિર્દેશિકા જાહેર કરતા કહ્યું કે,વાઇરસ ન ફેલાઇ તે માટે રાજ્ય સરકાર નિષ્ણાતોના મત મુજબ યોગ્ય પગલા લે. તેમજ કુવાઓ મામલે સબસિડી આપવામાં આવે તેની જોગવાઈ કરવામાં આવે.

તેની સિંહોમાં વાઇરસ ન ફેલાઇ તે માટે સરકાર નિષ્ણાતોના મત મુજબ યોગ્ય પગલા લે : ગુજરાત હાઇકોર્ટ સાથે સાથે દર ૧૫ દિવસે મામલતદાર સ્થાનિક કલેક્ટરને પ્રોગ્રેસ રિપોર્ટ સોંપે. આ રિપોર્ટ ૧૫ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં સોંપવાનો રહેશે.

આ મામલે વધુ સુનાવણી ૧૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત હાઇકોર્ટે કેન્દ્ર સરકારને સિંહોના જતન કરવા માટે આદેશ કર્યો છે અને સિંહ દીઠ ૯૫ હજાર રૂપિયા જ કેમ ખર્ચવામાં આવે છે? તે અંગે ૧૬ જાન્યુઆરી સુધીમાં ખુલાસો કરવાનો આદેશ કર્યો છે. ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં રોણીયા વિસ્તારમાં ૨૩ સિંહોનાં મોત થયા હતા. ત્યાર બાદ મોડે મોડે જાગેલી સરકાર અને વન વિભાગે સિંહોના રસીકરણનું અભિયાન હાથ ધર્યું હતું. આ માટે ખાસ અમેરિકાથી રસી મંગાવવામાં આવી હતી.

ગીરના જંગલોમાં રહેલા સિંહો તેમજ રેસ્ક્યૂ સેન્ટરમાં રાખવામાં આવેલા સિંહોને આ રસીનો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

0 Comments

Leave a Comment