Thursday, June 17, 2021

ગૂગલે જાતીય સતામણીના આરોપસર ૪૮ કર્મચારીઓને હાંકી કાઢ્યા

ન્યૂયોર્ક,

ગૂગલએ પોતાના ૧૩ ઉચ્ચ અધિકારીઓ સહિત ૪૮ કર્મચારીઓને યૌન શોષણના આરોપમાં બહારનો દરવાજો બતાવ્યો છે. કંપનીના કર્મચારીઓને જાહેર કરવામાં આવેલા એક પત્રમાં સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે આવા અયોગ્ય વર્તન માટે કંપની ’આકરા’ પગલાં લઈ રહી છે. પત્ર અનુસાર વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધી ૪૮ લોકોને કંપનીમાંથી જાતિય સતામણીના આરોપસર કાઢી મૂકવામાં આવ્યા છે.

કંપની તરફથી જાહેર કરવામાં આવેલો પત્ર અમેરિક વર્તમાનપત્ર ન્યૂયોર્ક ટાઈમ્સના ના એક રિપોર્ટમાં મૂકવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અયોગ્ય આચરણનો સામનો કરી રહેલા એન્ડ્રોઇડ ક્રિએટર રુબિનને કંપનીમાંથી કાઢી મૂકવા માટે ૯૦ મિલિયન ડોલર (૬.૫૯ અબજ રૂપિયા) આપ્યા હતા.

વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે રૂબિનના પ્રવક્તાએ આ આરોપનો નકારી કાઢ્યા હતા. પ્રવક્તા સેમ સિંગરે કહ્યું કે રુબિને વર્ષ ૨૦૦૪માં એક કેપિટલ પેઢી પ્લેગ્રાઉન્ડ લોંચ કરવા માટે ગૂગલને છોડવાનો નિર્ણય લીધો હતો. પિચાઇના પત્રમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ સુરક્ષિત અને સમાન વાતાવરણ પૂરું પાડવા માટે ખૂબ ગંભીર છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “અમે તમને આશ્વાસન આપવા માંગીએ છીએ કે યૌન ઉત્પીડન કે અયોગ્ય વર્તન અંગે મળેલી દરેક ફરિયાદને અમે ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અમે તપાસ અને યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છીએ. પિચાઇએ એવું પણ કહ્યું કે કંપનીમાંથી હાંકી કાઢવામાં આવનાર તમામ કર્મચારીઓને એક્ઝિટ પેકેજ નહીં આપવામાં આવ

Tags:

0 Comments

Leave a Comment