Thursday, June 17, 2021

હાલ મુખ્યમંત્રી પાર્રિકરની તબિયત નાજુક છે

ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે વિશ્વજિત પ્રતાપસિંહ રાણેની વરણી નિશ્ચિત!!

ત્યારે પણજી, ગોવામાં કોંગ્રેસના બે ધારાસભ્ય ભાજપમાં જોડાવાની સાથે રાજ્યનો રાજકીય મામલો ગરમાયો છે. બે કોંગ્રેસી ધારાસભ્ય જોડાવાની સાથે જ રાજ્યમાં શાસક ગઠબંધન બહુમતીમાં આવી ગયું છે અને વર્તમાન મુખ્યપ્રધાન મનોહર પારિકરના સ્થાને વિશ્વજિત ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે વિશ્વજિત પ્રતાપસિંહ રાણેની વરણી નિશ્ચિત!! પ્રતાપસિંહ રાણેની મુખ્યપ્રધાનપદે તાજપોશીની અટકળો તેજ બની છે,

જોકે પારિકરના સીએમપદ છોડવા અંગે કોઇ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. પારિકર ઘણા લાંબા સમયથી બીમાર છે અને તેથી ગોવામાં નવા મુખ્યપ્રધાનની તાજપોશી અંગેની ચર્ચાઓ જોરમાં ચાલી રહી છે. વિશ્વજિત પ્રતાપસિંહ રાણે ર૦૧૦માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને હાલ તેઓ ગોવા કેબિનેટમાં આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ પ્રધાન છે.

તેમના પિતા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપસિંહ રાણે ગોવાના ચાર વખત મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. આંકડાની વાત કરીએ તો કોંગ્રેસના બે ધારાસભ્ય ભાજપમાં જોડાવાથી ભાજપની સ્થિતિ મજબૂત થઇ ગઇ છે. અત્યારે ગોવામાં ભાજપ પાસે ૧૪ ધારાસભ્ય છે, તેમાં એમજીપીના ત્રણ, ગોવા પીપલ્સ પાર્ટીના ત્રણ અને ત્રણ અપક્ષ ઉમેદવારોને ઉમેરવામાં આવે તો ભાજપ ગઠબંધન પાસે બહુમતીથી વધુ સંખ્યામાં ધારાસભ્ય છે.

અહેવાલો અનુસાર ગોવામાં કોંગ્રેસના બે ધારાસભ્યએ રાજીનામા આપ્યા બાદ ભાજપમાં જોડાતાં કોંગ્રેસ હવે રાજંયમાં સૌથી મોટા પક્ષ તરીકે રહી નથી અને રાજયમાં સરકાર બનાવવાના કોંગ્રેસના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. બીજી બાજુ ભાજપનું કહેવું છે કે કોંગ્રેસના હજુ વધુ ત્રણ ધારાસભ્ય ભાજપના સંપર્કમાં છે અને તેઓ ગમે તે ક્ષણે ભાજપમાં જોડાઇ શકે છે.

Tags:

0 Comments

Leave a Comment