Thursday, June 17, 2021

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બિડલા નગર રેલવે સ્ટેશન પર શુક્રવારે ૩.૧૫ વાગ્યે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. ભોપાલથી નિઝામુદ્દીન જઈ રહેલી શાન-એ-ભોપાલ એક્સપ્રેસ (હબીબબગંજ એક્સપ્રેસ) પહેલેથી ટ્રેક પર પડેલી માલગાડીના ચાર ડબ્બાઓ સાથે ધમાકાભેર ટક્કર થઈ હતી. ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ ટક્કરના ધમાકાથી ડરી ગયા હતા. પરંતુ ટ્રેનના ડ્રાઈવરે હોંશિયારી દાખવીને મોટી દુર્ઘટના થતી અટકાવી હતી. ટ્રેન ડ્રાઈવરને આગળ માલગાડી પડી હોવાના કોઈ સિગ્નલ મળ્યા નહતા જેના કારણે ટ્રેન માલગાડી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.

આ દરમિયાન ટ્રેન ડ્રાઈવર અને કેટલાક પ્રવાસીઓને સામાન્ય ઈજા પહોંચી છે. ટ્રેનના એન્જીનમાં થોડું નુકશાન પહોંચ્યું છે. જો કે, રેલવે તરફથી હજી સુધી આ ઘટના અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

0 Comments

Leave a Comment