Thursday, June 17, 2021

બખાન ક્યાં કરું તેરી રાખો કી ઢેર કા, ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા…. 

અમરનાથ યાત્રાને ભારતની સૌથી પવિત્ર યાત્રાઓ માની એક ગણવામાં આવે છે. આ યાત્રા દરમિયાન લોકોને ભારતની ઘણી પરંપરાઓ, ધર્મો અને સંસ્કૃતિઓની ઝલક જોવા મળે છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં ભોલેનાથના ભક્તો અમરનાથ યાત્રા કરવા જતા હોય છે. જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી અથડામણને કારણે અમરનાથ શ્રાઈન બોર્ડે આ વર્ષે યાત્રાની તારીખો ની જાહેરાત મોડી કરી હતી,

આ તીર્થયાત્રા 1 જુલાઈના રોજ હિંદુ કેલેન્ડર મુજબ શિવરાત્રિના પાવન પર્વની વહેલી સવારે શરૂ થશે જે ૧૫ ઓગસ્ટ એટલે કે રક્ષા બંધન ની સંધ્યા સુધી અવિરત ચાલુ રહેશે, અમરનાથ શ્રાઈન બોર્ડે નક્કી કર્યું છે કે યાત્રાના બંને માર્ગો (બાલટાલ અને પહેલગામ)થી દૈનિક 7500 યાત્રાળુઓને જ પવિત્ર ગુફા તરફ જવા દેવામાં આવશે.

આ સિવાય હેલિકોપ્ટર દ્વારા યાત્રા કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા અલગ હશે. આ યાત્રા માટે રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી જ શરૂ કરી દેવામાં આવ્યા હતા, બાબા અમરનાથની પવિત્ર ગુફાના દર્શન માટે હેલિકોપ્ટરનું ઓનલાઇન બુકિંગપણ 1 મેથી શરૂ થઈ ગયું છે. આ વર્ષે બાબા અમરનાથ યાત્રા 46 દિવસની ની રહેશે જે ગયા વર્ષે અમરનાથ યાત્રા 60 દિવસની રહી હતી.

ભક્તો ને યાત્રા શરૂ કરતાં પહેલાં જ પવિત્ર ગુફાની સંપૂર્ણ ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી મળી રહે એ માટે બોર્ડની વેબસાઈટ પર શ્રાઇન બોર્ડે આ વર્ષે પણ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સહયોગથી યાત્રા માટે તમામ જરૂરી જાણકારી આપી છે, આ ઉપરાંત, પ્રવાસ સંબંધિત તમામ જાણકારી પણ બોર્ડની અધિકૃત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે આ તમામ માહિતી જાણવા માટે શ્રાઇન બોર્ડની અધિકૃત વેબસાઇટ www.shriamarnathjishrine.com લિંક પર ક્લિક કરી શકો છો, અને હેલિકોપ્ટર દ્વારા યાત્રા કરતા પ્રવાસી ઓ માટે www.globalhelicorp.comwww.himalayanheli.comઅને www.airindia.in આ ત્રણ ઓફિશિયલ વેબસાઇટ પર જઇને પણ અમરનાથ યાત્રાની વધુ જાણકારી મેળવી શકાશે.

શ્રદ્ધાળુઓ એ ઉપર જણાવવામાં આવેલી કંપનીઓ અને તેમના અધિકૃત એજન્ટો દ્વારા જ હેલિકોપ્ટરની ટિકિટ બુક કરવી જોઈએ, અમરનાથ શ્રાઇન બોર્ડની અધિકૃત વેબસાઇટ પર પણ હેલિકોપ્ટર સેવા સંચાલકો દ્નારા ટિકિટ ઈશ્યૂ કરનારા એજન્ટનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.

તે એકવાર ચેક કરી લેવું એક વ્યક્તિ 5થી વધુ વ્યક્તિઓનું બુકિંગ નહીં કરાવી શકે. બુકિંગ કરાવતી વખતે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ સાથે રાખવું આવશ્યક છે. જે વ્યક્તિએ એકવાર બુકિંગ કરાવી લીધું છે તે વ્યક્તિ ત્રણ અઠવાડિયાં પછી જ ફરી બુકિંગ કરાવી શકશે.


કાશ્મીર માં હિસંક વારદાતો ની આશંકા ને પગલે આ વખતે પણ હિમાચલ ના કુલ્લુ-મનાલી ના રસ્તે લેહ થઇ ને સીધા બાલતાલ જઈ શકાય છે, ગત વર્ષ પણ આ માર્ગ પર કેટલાય યાત્રીઓ ગયા હતા અને તેમને ૨ દિવસ ની જગ્યાએ ૪ દિવસ નો સમય લાગ્યો હતો, આ માર્ગ વર્ષ ૨૦૧૭ માં સરકાર ની પહેલ થી ખોલવામાં આવ્યો હતો,

છેલ્લા ઘણા વર્ષો થી નિરંતર પવિત્ર અમરનાથ ગુફા ના દર્શને જતા શાહપુર ના લકીભાઈ પંજાબી પોતાની શ્રદ્ધા આસ્થાને પરિપૂર્ણ કરવા રુદ્રાક્ષ માળા, સર્પ, ડમરુ ધારણ કરેલું વિશાળ ત્રિશૂલ ને અહીં થી જ અમરનાથ બાબા બરફાની ના ચરણો માં અર્પણ કરવા લઇ જાય છે અને પોતાને ધન્ય કરે છે, તેઓ કહે છે કે મિર્ઝાપુર – શાહપુર ના બાબા બર્ફાની ગ્રુપ માં દર વર્ષે અનેક લોકો પવિત્ર યાત્રા માં જોડાય છે, દર વર્ષે અમે ટ્રેન માં અહીં થી જ સાત્વિક રસોઈ પ્રસાદ બનાવી ને પોતાની સાથે લઇ જઈએ છીએ જે પ્રસાદ નો સૌ યાત્રી ને લાભ મળે છે, અને ખાસ કરી ને બાબા બર્ફાનીજી ના ફોટા-નામ સાથે એક અલગ જ કલર ની અનેરી ટીશર્ટ- ટોપી બાનવીએ છે જે અમારા ગ્રુપ ના તમામ યાત્રીઓ પવિત્ર યાત્રા ના માર્ગ પર પહેરે છે જેથી અમારા યાત્રીઓ આગળ પાછળ રહી ગયા હોય તો એમની ભાળ મેળવી શકાય,

આગળ લકીભાઇ પંજાબી જણાવે છે કે એક દિવસ તો આ માટી ની કાયા માટી માં મળવાની જ છે પણ એ પહેલા તો પરભવ નું ભાથું ભરી લઈએ, મુક્તિ ના દાતા એવા બાબા બર્ફાની મહાદેવ ની દયા નો ક્યાંય અંત નથી, પવિત્ર યાત્રા ના માર્ગ ઉપર “બમ બમ ભોલે” ના જયકારઓ બોલાતા હોય, વરસતા વરસાદ અને મોઢામાંથી નીકળતા ઠંડી ના ધુંવાડાઓ વચ્ચે જયારે શરીર ઉપર માત્ર એક પોતડી પહેરી, ચંદન ભસ્મ નો લેપ કરી સિદ્ધ સાધુ-સંતો અને અઘોરિયોં “ૐ નમઃ શિવાય” અને “હર હર મહાદેવ” ના જાપ કરતા હોય એ નઝારો જોયા પછી જીવન હવે કશું મેળવવાનું રહ્યું નથી એવું વૈરાગ્ય આવી જાય છે, શિવજી એ માતા પાર્વતીજી સાથે લગ્ન કરી ને સમાજ ને સંદેશો આપ્યો છે કે હું શરીર પર ભસ્મ ચોળનારો યોગીઓ નો ઈશ્વર છુ જો હું પરણતો હોઉં તો તમે પણ પરણો, પણ એટલું યાદ રાખજો કે આ માટી નું શરીર એક દિવસ ભસ્મ થયી જવાનું છે,


પ્રિન્ટિંગ ડિઝાઇનિંગ નું કામ કરતા શ્રી કિરણ ગલસર નરોડા ટાઈમ્સ ના માધ્યમ થી આદરણીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી ને એક વિંનતી કરે છે કે પવિત્ર અમરનાથ યાત્રા માટે એક અલગ જ મંત્રાલય ની રચના કરવામાં આવે જેનું જરૂરી કાર્ય બાલટાલ અને ચંદનવાડી માં યાત્રીઓ માટે પાકા બાંધકામ બાંધવા અને બીજી મુખ્ય સુવિધાઓ વધારવાનું હોવું જોઈએ, જેમાં ઠંડી, વરસાદ થી બચવા બાળકો-મહિલાઓ રહી શકે એવા બાંધકામ, એ મકાન માં મેડિકલ સુવિધાઓ મળી રહે, યાત્રા દરમ્યાન સુરક્ષાબળો જેમાં વસવાટ કરી શકે, લંગર ભંડારાઓ ના આયોજકો ને દર વર્ષે નવેસર થી ટેન્ટ લગાવવા, ગરમ સાધનો કંબલો, રસોઈ સામગ્રીઓ, પહોંચાડવામાં અઢળક ખર્ચ કરવો પડે છે

એટલે જો એમને પાકા બાંધકામ મળી જાય તો તેઓ એમની સામગ્રીઓ એમાં સુરક્ષિત રાખી શકે, શ્રી કિરણભાઈ આગળ જણાવે છે કે વર્ષો પહેલા યાત્રા દરમ્યાન તેઓ લંગર ભંડારા ના ટેન્ટ માં મફત રોકાણ કરતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષો થી તેમને પેઈડ ટેન્ટ માં, મોં માંગ્યા રૂપિયા ચૂકવીને રોકાવાની ફરજ પાડવામાં આવે છે અને ટેન્ટ વાળાઓ તો જયારે અનુકૂળ વાતાવરણ ના હોય ત્યારે ઉઘાડી લૂંટ કરે છે અને યાત્રીઓ પાસે લૂંટાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો,

સમાજ માં એક બાજુ ગરીબ અને અભણો ની મતિ ભ્રમ કરી તેઓને અનુયાયી બનાવી ને જાતેજ બની બેઠેલા તથાકથિત ગુરૂઓ છે. અને બીજી બાજુ બ્રહ્મસ્વરૂપ પૂજ્ય પ્રમુખસ્વામી જેવા કઈ કેટલાય સાચા સંતો, સિદ્ધ ગુરુજનો, અને સાચા પંથો છે, જાતે બની બેઠેલા કેટલાય ધુતારાઓ આજે જેલ ના સળિયા પાછળ છે સમાજ માટે ખતરારૂપ તેઓ પોતાની તિજોરીઓ ભરવા પોતાના દિશાહીન અનુયાયીઓને એવું ફરમાન કરે છે

તેમની આવક નો એક ભાગ એમની દાન પેટી માં આપવો જેથી ગુરુ તેમની પર રાજીપો રાખે અને બિચારા તેમના સામાન્ય અને અભણ ચેલાઓ તેમની કાળી મજૂરી અને મહેનત થી કમાયેલા રૂપિયાનો એક ચોક્કસ ભાગ આવા બનીબેઠેલા ગુરુઓ ને આપી તેમની તિજોરીઓ છલકાવી દે છે અને તેમના ધુતારા ગુરુઓ આ જ રૂપિયા થી પોતાનું અને પોતાના માનીતાઓ નું જીવન એકદમ ભૌતિક સુખો થી ભરપૂર કરી દે છે,

આવા અનુયાયીઓએ એકવાર આ યાત્રા ચોક્કસ કરવી જોઈએ જેથી એમને ખ્યાલ આવે કે આવન-જાવન ની કુલ ૮૦૦ કિલોમીટર ની આ યાત્રા દરમ્યાન જમ્મુ થી પવિત્ર યાત્રા શરુ કરી બાબા બર્ફાની મહાદેવ ના દર્શન કરી પરત જમ્મુ આવીએ ત્યાં સુધી જગ્યાએ-જગ્યાએ ચા નાસ્તાના, જમવાના, રાત્રી રોકાણના, ભંડારાઓ માં ક્યાંય પણ દાનપેટીઓ નથી, ત્યાં કેસર સાથે બદામ પિસ્તા વાળું દૂધ હોય છે,

સવાર ના નાસ્તા માં પંજાબી, સાઉથ ઇન્ડિયન, અને ગુજરાતી વાનગીઓ હોય છે, બપોરે અને સાંજે પૂર્ણ ભોજન હોય છે, યાત્રીઓ પોતાની ઈચ્છાને સંતોષવા એ લંગર ના સેવાદારીયો ને વિંનતી કરે છે કે અમે અહીં અમારી શ્રદ્ધા ના ભાગ રૂપે કૈક ભેંટ આપવા માંગીએ છીએ ત્યારે સેવાદારીયો બે હાથ જોડી એવી કોઈપણ ભેંટ સ્વીકારવા પોતાને અસમર્થ જણાવે છે ત્યારે આપણા મહાન દેશના મહાન ધર્મની મહાન સંસ્કૃતિની પ્રત્યે નતમસ્તક થઇ જવાય છે,

કાર એસેસરીઝ ના વેપારી શ્રી કમલેશભાઈ ડાંગી મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ નો અને રજીસ્ટ્રેશન માટે જમ્મુ કાશ્મીર બેન્ક, પંજાબ નેશનલ બેંક ના સ્ટાફ અને મેનેજમેન્ટ નો ખુબ ખુબ આભાર માને છે અને જણાવે છે કે નિષ્ઠાવાન અધિકારીઓ પોતાના કામ નો બોજ હોવા છતાં અમને આ વધારા ની સેવા આપે છે જે સરાહનીય છે, સાથે જ યાત્રીઓ ની સીક્યુરીટી માટે ૨૪કલ્લાક ખડે પગ રહેતા સુરક્ષા બળો ને પણ શત શત પ્રણામ કરતા જણાવે છે કે દેશ ના આ બહાદુર જવાનો ના હર હંમેશ અમે સૌ ઋણી રહીશું,

પવિત્ર યાત્રા માટે સરકાર ના તમામ પ્રયાસો અને આયોજન માટે સરકાર ની જેટલી પ્રસંશા કરીએ એટલી ઘટે, આગળ જણાવે છે કે ૨૦૦૩ થી હું આ પવિત્ર યાત્રા સાથે જોડાયેલ છુ, આટલા વર્ષો માં કાશ્મીર માં ઘણું બદલાઈ ગયું છે યાત્રાના માર્ગ પર તબીબી વ્યવસ્થા, સ્વચ્છતા સુવિધાઓ અને યાત્રા માર્ગથી વૈજ્ઞાનિક રીતે કચરો લઈ જવા માટેની પણ ગોઠવણો કરવામાં આવે છે તેર હજાર ફૂટ ની ઉંચાઈ પર આવેલ ગુફા ના દર્શને જતા કઈ કેટલીયે અડચણો આવે છે વારંવાર બદલાતા ખરાબ વાતાવરણ, ભારે વરસાદ, દુર્ગમ રસ્તા, આતંકી હુમલાઓ ના ખતરા વચ્ચે તીર્થ યાત્રીઓ પોતાની અવિરત યાત્રા ચાલુ જ રાખે છે,

દેશભર માં હિન્દુઓ માટે અમરનાથ યાત્રાનું અનેરું મહત્વ છે. આંખો ના ખૂણા ભીના થઇ જાય છે જયારે અમે પવિત્ર ગુફા માં શિવલિંગ સામે હોઈએ છે, આખું વાતાવરણ શિવમય, ભોલેમય, બાબા અમરનાથમય બની જાય છે, દેશ માં શાંતિ, સૌહાર્દ, પ્રગતિ, અને સમૃદ્ધિ, ની કામના સાથે અમે બાબા બર્ફાની, દેવો ના દેવ મહાદેવ ને નમીએ છે, અને ખુબ ભારી હૃદયે આવતા વર્ષે ફરી આવીશું એવા સંકલ્પ કરીએ છીએ,

0 Comments

Leave a Comment