Thursday, June 17, 2021

જીએસટી : આ સપ્તાહે જૂની તમામ ભૂલો સુધારવાની અંતિમ તક

ન્યુ દિલ્હી,

જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓ પાસે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના કોઈ બિલ અથવા રિટર્નમાં ભૂલ અથવા ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં થયેલી ચૂકને સુધારવા માટે હવે થોડા દિવસો જ બાકી છે. નિષ્ણાતો અનુસાર અમુક સામાન્ય ભૂલો કે અસાતત્યતા છે જેથી દરેક વેપારીને સમય રહેતા ક્રોસચેક કરી લેવું જોઈએ અને ૨૦ સપ્ટેમ્બર સુધીમાં સપ્ટેમ્બર મહિના અને ત્રિમાસિક વળતર મારફતે તેમની સંશોધિત કરી લેવું જોઈએ.ગયા કોઈ મહિનાના આઇટીસી ક્લેમ કરવો અને વધુ આઇટીસી રિવર્સ કરવાની પણ છેલ્લી તક છે.

જીએસટી નિયમો હે હેઠળ ૨૦૧૭-૧૮ના કોઈ ટ્રાન્ઝેક્શન ઇનવોઈસ અને ક્રિડેટ કલેમને સપ્ટેમ્બર મહિનાના રિટર્ન અથવા વાર્ષિક રિટર્ન સુધી રેક્ટિફાઈ કરી શકાય છે. ઇનવર્ડ સપ્લાયમાં થયેલી ચૂકને ય્જી્‌-૩મ્ અને આઉટવર્ડ સપ્લાય પર ય્જીન-૧માં ઉમેરી કાઢી નાખી અથવા મોડીફાઇ કરી શકે છે જેની છેલ્લી તારીખ અનુક્રમે ઑક્ટોબર ૨૦ અને ઓક્ટોબર ૩૧ છે. દરેક વેપારીએ તેમના પાછલા રિટર્નને તેમના ય્જીન૨છ સાથે ફરીથી ગોઠવવું જોઈએ અને સપ્લાયર અથવા રસીદ સાથે તેમની સાથે સંપર્ક કરવો જોઈએ અને તેને ઠીક કરવો જોઈએ. જો તમે ૨૦૧૭-૧૮ ની કોઈ ઈન્વોઈસનું રિટર્નમાં ઉલ્લેખ કરવો ભૂલી ગયા છો

તો તેને સપ્ટેમ્બર મહિનાના ય્જીન – ૧ના ટેબલ ૪માં સંબંધિત ઈન્વોઈસની ઓરીજનલ તારીખ સાથે ઉમેરી શકો છો. જો તમે તે ઇન્વૉઇસ પર ટેક્સ ચૂકવ્યો નથી તો તમે તેને વ્યાજ સાથે પણ ચૂકવી શકો છો. ય્જીન-૯ માં વાર્ષિક રિટર્નમાં આવી કોઈ જાહેરાતની સુવિધા નથી. જો કોઈ વેપારી ૨૦૧૭- ૧૮ના કોઈ ઈન્વોઈસ પર આઇટીસી દાવો કરવાનો ભૂલી ગયા છે તો તે સપ્ટેમ્બર મહિનાની ય્જીન-૩મ્માં દાવો કરી શકે છે અને ય્જીન-૯ ભાગ ૪ના પોઇન્ટ ૧૩માં પણ ઉમેરી શકે છે. જો સપ્લાયરે આઈટીસી ફાઇલ કરી હોય પરંતુ તેણે ય્જીન -૧ ભર્યા ન હોય તો આ વ્યવહાર ૨છ માં દેખાશે નહીં.

આ કિસ્સામાં સપ્લાયર સાથે સંપર્ક જરૂરી બને છે. તમે ટેબલ ખૂબ આઇટીસી દાવો ન આવે તો આકસ્મિક ય્જીન-૩મ્ ૪ (બી) (૨) અને ય્જીન-૯ ભાગ ૪ પોઇન્ટ ૧૨માં ડિસ્કલોઝ કરી શકાય છે. કોઈપણ મહિનાના ય્જીન-૨છ માટેનો માસિક ડેટા એક્સેલ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાય છે. દરેક ડીલર ય્જી્‌-૩મ્ થી મેળ ખાય છે અને સપ્લાયર અથવા રીસીપ્રિન્ટની નજરમાં લાવો અને તેને યોગ્ય કરો.

Tags:

0 Comments

Leave a Comment