Thursday, June 17, 2021

જેતૂનના તેલથી સૌંદર્ય નિખારો શરીરનાં અંગોનું આકર્ષણ વધારો

સૌંદર્ય નિખારવા માટે વિવિધ પ્રકારની વનસ્પતિઓ વપરાય છે. એ બધામાં જેતૂનનું તેલ સૌથી વધારે મહત્વનું ગણાય છે. આ તેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. એ સિવાય તે હાથ, પગ, નખ, વાળ, હોઠ માટે પણ ઉત્તમ સૌંદર્ય પ્રસાધનની ગરજ સારે છે.

શરીરના વિવિધ અંગોને સુંદર અને આકર્ષક બનાવવા માટે જેતૂનનું તેલ કઇ કઇ રીતે ઉપયોગી થાય છે એ વિશે થોડી માહિતી મેળવીએ.ત્વચાને તાજગી સભર અને યુવાન રાખવા માટે રૃક્ષ ત્વચા તથા સ્ટ્રેચ માર્ક્સ પર જેતૂનનું તેલ લગાડવું આૃથવા તમારા ફેસ માસ્કમાં થોડાં ટીપાં નાખવા અને લગાડીને ૧૦ મિનિટ બાદ ધોઇ નાખવું. થોડા દિવસોમાં ત્વચાની રૃક્ષતા દૂર થઇ જશે.

ત્વચાની ભીનાશ તેની સ્વસૃથતાની ઓળખ છે. જેતૂનનું તેલ ત્વચાની સૌમ્યતા જાળવી રાખે છે અને રેશ્મી ત્વચાનો અહેસાસ કરાવે છે. એ માટે એક ચમચી જેતૂનના તેલમાં અડધો કપ એવાકોડાનો પલ્પ ભેળવીને ચહેરા પર લગાડવો. ૧૦ મિનિટ બાદ ચહેરો ધોઇ લેવો. જો તમારા ક્યૂટિકલ્સ વધેલા છે અને નખ નબળાં, ઝીણી તિરાડોવાળા હોય તો જેતૂનનું તેલ આ સમસ્યાને દૂર કરી શકે છે.

એ માટે હુંફાળા તેલમાં ૩૦ મિનિટ સુધી તમારી આંગળીઓ ડૂબાડી રાખો. એનાથી ક્યૂટિકલ્સ મુલાયમ થશે અને નખ ચમકદાર તેમ જ મજબૂત બનશે. ખૂબસૂરત હાથ માટે હાથનું રૃક્ષપણું મહિલાઓની એક સામાન્ય સમસ્યા છ

Tags:

0 Comments

Leave a Comment