Thursday, June 17, 2021

ડિજિટલ સિક્યોરિટીના દાવા પોકળ : ડેટા લીક મામલામાં ભારત બીજા નંબરે 

રાહુલ ગાંધીએ કહ્યું કે નિરવ મોદી જેટલીને મળ્યો હતો ન્યુ દિલ્હી, ભારત ડેટા હેકિંગના મામલાઓમાં આ વર્ષના પહેલા છ માસિક તબક્કામાં અમેરિકા પછી બીજા નંબર પર છે. ડિજિટલ સુરક્ષા કંપની ગેમાલ્ટોના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૧૮ના પહેલા છ માસિક તબક્કામાં આધાર હેકિંગના મામલામાં એક અબજ રેકોર્ડ ચોરી થયા છે.

આમાં વ્યક્તિના નામ, એડ્રેસ અને બીજી વ્યક્તિગત માહિતીઓનો સમાવેશ થાય છે. આ મામલામાં ેૈંંડ્ઢછૈંને મોકલેલા ઇ-મેઇલનો પણ જવાબ નથી મળ્યો.રિપોર્ટ પ્રમાણે ભારતમાં આધારની માહિતી લીક થવાના કારણે હેકિંગનો આંકડો ઉંચો છે. ગેમાલ્ટોના રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં સૌથી વધારે હેકિંગના મામલા પ્રકાશમાં આવ્યા છે. વૈશ્વિક સ્તરના આંકડાઓ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે હેકિંગના કુલ કિસ્સાઓમાંથી ૫૭ ટકા કિસ્સાઓ માત્ર અમેરિકામાં બન્યા છે. જોકે, અમેરિકાના હેકિંગના મામલાઓમાં છેલ્લા છ મહિનામાં ૧૭ ટકા ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરના કુલ હેકિંગમાં ૩૭ ટકા હેકિંગના કિસ્સા ભારતમાં બન્યા છે.

આમ, ભારતમાં કુલ ૧ અબજ જેટલા ડેટા ચોરીના મામલા સામે આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બે અબજ યુઝર્સના ડેટા હેક થયા છે. વૈશ્વિક સ્તરે આ બહુ મોટી ઘટના છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ ૫૦૦ રૂ. આપીને ૧.૨ અબજ ભારતીય નાગરિકોની અંગત માહિતી મેળવી શકે છે. ેૈંંડ્ઢછૈંએ હાલમાં ડેટા હેકિંગની કોઈ ઘટનાનો ઇનકાર કર્યો છે. આ સિવાય ેૈંંડ્ઢછૈં આ સમાચાર આપનાર પત્રકાર રચના ખૈરા અને અન્ય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Tags:

0 Comments

Leave a Comment