Thursday, June 17, 2021

નવરાત્રીમાં મહિલાની છેડતી કરતા ૨૪ રોમિયોને પોલીસે દબોચી લીધા

અમદાવાદ,

એક તરફ નવરાત્રીની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે.

તો બીજી તરફ મહિલાઓની સુરક્ષા પણ મોટો પ્રશ્ન છે. જેથી મહિલા ક્રાઈમબ્રાંચ દ્વારા પાર્ટી પ્લોટમાં જ સિવિલ ડ્રેસમાં મહિલા કોન્સ્ટેબલો તૈનાત કરવામાં આવ્યા છે અને નવરાત્રીના સાતમા દિવસે ૨૪ જેટલા રોમિયોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી ૧૧૪ જેટલા રોમિયો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

આ રોમિયો મહિલાની છેડતી કરવા સહિતના ગુનામાં ઝડપાયા છે. મહત્વનું છે કે મહિલાઓ પાર્ટી પ્લોટમાં ગરબા રમતી હોય છે. તેવા સમયે આ રોમિયો મહિલાઓની છેડતી કરવી. હેરાન પરેશાન કરવાનું કામ કરતા હોય છે. જોકે મહિલા કોન્સ્ટેબલ પોતે પાર્ટી પ્લોટમાં સિવિલ ડ્રેસમાં ગરબા રમતા હોય છે અને આવા રોમિયોને દબોચી લેતા હોય છે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ ના સાતમા દિવસે પણ મહિલા ક્રાઈમ બ્રાંચ દ્વારા મહિલાઓની છેડતી કરતા રોમિયો વિરુદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Tags:

0 Comments

Leave a Comment