Thursday, June 17, 2021

બિયર બનાવતી કંપની કિંગફિશ હવે ગુજરાતમાં પણ મળશે..!!

ગાંધીનગર,

ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાત એક ડ્રાય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. પણ શોખીન લોકો દારૂ પીવા માટે છેક દીવદમણ, રાજસ્થાન, મુંબઇ અને ગોવા સુધી જાય છે. કેમકે ગુજરાતમાં તો પ્રોહિબિશનને કારણે ઓફિશિયલી દારૂ મળતો નથી. પરંતુ છેલ્લા ઘણા દિવસથી સોશ્યલ મીડિયા પર એક જાહેરાત વાયરલ થઇ રહી છે, જેને જોઇને ગુજરાતી લોકો ખુશ થઇ રહ્યા છે.

જી હા, બિયર બનાવતી કંપની ‘કિંગફિશર’ હવે ગુજરાતમાં પણ મળશે. ‘કિંગફિશર’ કંપની છેલ્લા ‘કિંગફિશર’ કંપની છેલ્લાઘણા સમયથી પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી રહી છે કે, ગુજરાતમાં પણ કિંગફિશર મળશે. હવે એ લોકોએ સિક્રેટ ખોલ્યું છે કે કિંગફિશર કંપનીએ ગુજરાતથી પોતાના નોન- આલ્કોહોલિક ડ્રિંક ‘રેડલર’ની શરૂઆત કરી છે.

બિયર માટે જાણીતા જર્મનીના બાવરિયામાં ૧૯મી સદીમાં અત્યંત ઓછો આલ્કોહોલ ધરાવતું ‘રેડલર’ નામનું એક પીણું લોકપ્રિય હતું.પરંતુ ગુજરાતમાં મળતા થયેલા ‘કિંગફિશર રેડલર’માં સ્વાભાવિક રીતે જ કોઈ આલ્કોહોલ નહીં હોય.

Tags:

0 Comments

Leave a Comment