Thursday, June 17, 2021

માંસાહાર પર પ્રતિબંધ મૂકવાની વાત કેટલી વ્યાજબી…!!?

ભારતમાં કેટલાક લોકો એકદમ નવરી બજાર હોય છે ને તેમને કામ કંઈ હોતું નથી. આ લોકો પોતાના ફાલતુ ટાઈમનો ઉપયોગ પોતાના માટે કરતા હોય તો તેની સામે આપણને વાંધો નથી પણ તકલીફ ત્યારે થાય છે કે જ્યારે આ નવરી બજારો પોતાના ફાલતુ ટાઈમનો ઉપયોગ બીજાંની મેથી મારવા માટે કરે છે. સુપ્રીમ કોર્ટમાં માંસાહારના મામલે થયેલી અરજી તેનો તાજો નમૂનો છે. આ અરજી હેલ્ધી વેલ્ધી એથિકલ વર્લ્ડ અને ગાઈડ ઈન્ડિયા ટ્રસ્ટ નામનાં બે સંગઠનોએ કરી છે. આ બંને સંગઠનોનાં નામ પણ આપણે સાંભળ્યાં નથી ને એ ક્યાંથી ફૂટી નિકળ્યાં તેની આપણને ખબર નથી પણ અરજીમાં તેમણે દેશમાં ચાલતા માંસાહાર સામે વાંધો લીધો છે. તેમણે સુપ્રીમ કોર્ટને અરજ કરી છે કે, દેશભરમાં માંસાહાર પર પ્રતિબંધ મુકાવી દો ને બધાં લોકો શાકાહાર જ કરે તેવો આદેશ આપો. એટલું જ નહીં પણ વિદેશમાં નિકાસ માટે અને ચામડા માટે પશુઓની કતલ થાય છે તે પણ બંધ કરાવો.

શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હતી ને તેમાં સુપ્રીમ કોર્ટે સોઈ ઝાટકીને કહી દીધું કે, દરેક વ્યક્તિને શાકાહારી બનવાનો આદેશ કોર્ટ ના કરી શકે ને સરકાર પણ ના કરી શકે. સુપ્રીમ કોર્ટે આ મામલે ઝાઝી લપ્પનછપ્પન કરી નથી ને ચાર મહિના પછી સુનાવણીની તારીખ આપીને વાતને ટાળી દીધી છે પણ આ અરજી આ દેશમાં કેવા બુદ્ધિહીન લોકો રહે છે તેના પુરાવારૂપ છે. જે લોકો આવી અરજીઓ કરે છે એ લોકો શું વિચારીને આ બધાં તૂત કરતા હશે તેની તેમને જ ખબર પણ એ લોકોએ આ બધું કરતાં પહેલાં દુનિયામાં શું ચાલે છે તે જાણવાની જરૂર છે. એ ના જાણે તો કંઈ નહીં, તેલ લેવા જાય પણ કમ સે કમ આ દેશના બંધારણનો અભ્યાસ કરવાની તો જરૂર છે જ. આ દેશમાં માંસાહાર કાયદેસર રીતે માન્ય છે ને તેના પર પ્રતિબંધ મૂકી જ ના શકાય. આ દેશના બંધારણે આ દેશના બંધારણે લોકોને જે મૂળભૂત અધિકાર આપ્યા છે તેમાં લોકોને પોતે શું ખાવું તેની પૂરેપૂરી આઝાદી આપી છે. આ દેશમાં કોણે શું ખાવું ને શું ના ખાવું એ નક્કી કરવાનો દરેક વ્યક્તિને પોતાને અધિકાર છે, બીજું કોઈ એ નક્કી ના કરી શકે. શાકાહારને ફરજિયાત કરીને માંસાહાર પર પ્રતિબંધ ઠોકી બેસાડાય તેનો અર્થ એ થાય કે, આ મૂળભૂત અધિકાર છિનવી લેવાયો છે ને એવું કરવાનો ના તો સરકારને અધિકાર છે, ના તો સુપ્રીમ કોર્ટને અધિકાર છે. એ માટે બંધારણ બદલવું પડે. જો કે તેના કરતાં પણ મોટી વાત એ છે કે, માંસાહાર પર પ્રતિબંધ વ્યવહારૂ રીતે શક્ય જ નથી.

માંસાહાર માત્ર ખાવાની આદત નથી પણ આપણા અર્થતંત્રમાં તેનું મોટું યોગદાન છે. આ ધંધો બંધ જાય એ કોઈને પરવડે એમ જ નથી. ભારત અત્યારે વિશ્ર્‌વમાં માંસ ઉત્પાદનમાં ટોચના દસ દેશોમાં સ્થાન પામે છે ને દર વરસે આશરે ૫૦૦ કરોડ ડૉલરના માંસની નિકાસ કરે છે. મતલબ કે વરસે ૩૭ હજાર કરોડ રૂપિયાની આપણને માંસની નિકાસમાંથી કમાણી થાય છે. આપણા માટે વિદેશી હૂંડિયામણ બહુ મહત્ત્વનું છે ને તેમાં વરસે ૫૦૦ કરોડ માંસમાંથી જ મળે એ યોગદાન નાનું નથી જ. આ તો માત્ર નિકાસની જ વાત કરી, બાકી ભારતમાં માંસના વેચાણથી થતી કમાણીની તો આપણે વાત જ નથી કરી. આ ઉદ્યોગના કારણે લાખો લોકોનો રોજગારી મળે છે ને લાખો લોકોનાં ઘર ચાલે છે એ ગણતરીમાં લેશો તો માંસાહાર કેટલો મોટો બિઝનેસ છે તેની ખબર પડશે. જો કે ધંધાની વાત બાજુ પર મૂકીએ ને બીજી રીતે વિચારીએ તો પણ માંસાહાર પર પ્રતિબંધની વાત બેવકૂફી લાગે. તમે ખાલી એક જ વાતનો વિચાર કરો કે, દુનિયામાં કોઈ પણ વ્યક્તિ માંસ ના ખાય ને માત્ર શાહાકાર જ કરે તો શું થાય ? પહેલો પ્રશ્ર્‌ન આ લોકો માટે અનાજના ઉત્પાદનનો આવે.

દુનિયામાં અત્યારે જે અનાજનું ઉત્પાદન થાય છે તે એટલું નથી કે, બધાં લોકોના પેટનો ખાડો પૂરી શકાય. આ સંજોગોમાં લોકોને ખવડાવવા માટે અનાજ લાવશો ક્યાંથી ? અત્યારે અડધી દુનિયા માંસાહારી છે છતાં દુનિયાના ઢગલો દેશોમાં ભૂખમરો છે તો બધાં લોકો શાકાહારી બની જાય તો શું હાલત થાય ? અત્યારે માંસાહારીઓના ભોજન માટે દુનિયામાં દરરોજ લાખો જાનવરોની કત્લેઆમ કરાય છે. માનો કે આખી દુનિયા શાકાહારી બની જાય ને પશુઓની કત્લેઆમ બંધ કરાય તો દુનિયામાં કેટલાં જાનવર થઈ જાય એ કદી વિચાર્યું છે? આ દુનિયામાં માણસો રહી જ ના શકે એવી હાલત થઈ જાય. વિશ્ર્‌વમાં માણસો કરતાં જાનવરોની વસતિ અનેક ગણી થઈ જાય ને જ્યાં જુઓ ત્યાં જાનવરો જ જોવા મળે. જાનવરો કંઈ ઘર બનાવીને રહેતાં નથી ને એ તો બધું જાહેરમાં જ કરતાં હોય છે.

એ મરી જાય ત્યારે તેમનો નિકાલ પણ કોણ કરે ? આ સંજોગોમાં દુનિયા આખી ઉકરડો બની જાય. ગાય, ભેંસ જેવાં પશુ દૂધાળાં છે તેથી લોકો તેમને કદાચ પાળી શકે કે રાખી શકે પણ બીજાં પશુઓને તો કોઈ રાખે પણ નહીં. જાનવરોને પાછું પીવા માટે પાણી જોઈએ, શાકાહારી પશુઓ હોય તેમને ખાવા માટે ઘાસચારો જોઈએ ને એ બધું ક્યાંથી લાવવાનું? ને એ ના મળે તો જાનવર શું કરવાનાં? ખેતરોમાં ઘૂસી જાય ને ભેલાણ કરીને ઊભો પાક ખાઈ જાય. પછી આપણે શું ખાવાનાં? અહીં આપણને પીવા માટે પાણી પૂરતું પડતું નથી ત્યાં જાનવરો માટે પાણી ક્યાંથી લાવવું? પશુઓની કતલ બંધ થાય તો ચામડાની જરૂરિયાત પૂરી કરવા માટે શું કરવું એ પણ મોટો સવાલ છે.

ટૂંકમાં, જીવદયા સારી લાગણી છે તેનો ઈનકાર ના કરી શકાય પણ વાસ્તવિક રીતે તેનો અમલ શક્ય નથી. કોઈની ધાર્મિક લાગણીને માન આપવા માટે તમે ચાર દાડા કતલખાનાં બંધ કરાવો ત્યાં લગી બરાબર છે પણ કાયમ માટે કતલખાનાં બંધ કરાવવામાં કે માંસાહાર બંધ કરાવવામાં શાણપણ નથી. આપણે ત્યાં આ પ્રકારનાં તૂત ઊભાં કરનારા લોકો ચાલાકી વાપરીને પોતાનાં તૂતને ધર્મ સાથે જોડી દેતા હોય છે. ધાર્મિક લાગણીની વાત આવે એટલે બધાંએ માંગમંતર થઈ જવું પડે તેની તેમને ખબર હોય છે. માંસાહારની વાતમાં પણ એવું જ કરાય છે ને આપણે ત્યાં તેને હિંદુત્વ સાથે જોડી દેવાય છે. અત્યારે નવરાત્રિ ચાલે છે ત્યારે કેટલાકે એવો ઉપાડો લીધો જ છે કે, નવરાત્રિ છે એટલે માંસાહાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ. મ

Tags:

0 Comments

Leave a Comment