Thursday, June 17, 2021

રાહુલ ગાંધીએ કહ્યું કે નિરવ મોદી જેટલીને મળ્યો હત

રાહુલ ગાંધી જૂઠ્ઠાણુ ચલાવે છે અને સાચા હોવાનું જાને માની લે છે : જેટલી

ન્યુ દિલ્હી,

નાણાં પ્રધાન અરુણ જેટલીએ કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી ઊપર જૂઠ્ઠાણું ફેલાવવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે સંસદમાં મળવાની કે દેશ છોડી જવામાં તેને મદદરૂપ થવાની વાત તો બાજુએ રહી ભાગેડુ જ્વેલર નીરવ મોદીને હું ક્યારેય નથી મળ્યો. રાહુલ ગાંધીને ‘ક્લાઉન પ્રિન્સ’ તરીકે ઓળખાવવાનું ચાલુ રાખતા જેટલીએ ફેસબુક પરના સંદેશામાં આશ્ર્‌ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી ડઝનબંધ જૂઠાાણાં બોલે છે

અને તે સાચા હોવાનું તેઓ જાતે જ માની લે છે. અબજો રૂપિયાના પીએનબીકૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ નીરવ મોદીને જેટલી સંસદમાં મળ્યા હોવાના રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો અંગે બોલતા તેમણે કહ્યું હતું કે મારા જીવનમાં મેં ક્યારેય નીરવ મોદીને જોયું હોય તેવું મને યાદ નથી તેથી રાહુલ ગાંધી જૂઠ્ઠાણુ ચલાવે છે અને સાચા હોવાનું જાને માની લે છે :

જેટલી સંસદમાં તેમને મળ્યો હોવાનો પ્રશ્ર્‌ન જ ઊભો નથી થતો. જો રાહુલ ગાંધીએ કરેલા દાવા મુજબ નીરવ મોદી સંસદમાં આવ્યા હોય તો રિસેપ્શનના રૅકર્ડમાં તે જોવા મળશે. જેટલીએ કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં જુદા જુદા બે સમારોહમાં રાહુલે દાવો કર્યો હતો કે વિજય માલ્યા સંસદમાં મને મળ્યા હોવાની મેં કબૂલાત કરી હતી. હું દેશ છોડીને લંડન જઈ રહ્યો છું

એવું વિજય માલ્યાએ મને કહ્યું હોવાની અને તેને દેશ છોડી જવામાં મદદ કરી હોવાની પણ મેં કબૂલાત કરી હોવાનો પણ રાહુલે દાવો કર્યો હતો. માલ્યા અંગે જેટલીએ કહ્યું હતું કે એકવાર તેમના કેસ અંગે ચર્ચા કરવા માલ્યા સંસદમાં મારી પાછળ પાછળ આવ્યા હતા, પરંતુ મેં તેમની વાત ધ્યાન પર નહોતી લીધી અને તેમનો પ્રસ્તાવ બૅંક સમક્ષ મૂકવા જણાવ્યું હતું

Tags: ,

0 Comments

Leave a Comment