Thursday, June 17, 2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંપત્તિના મામલે કરોડપતિ છે. જોકે, ૧૫ વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યાં અને પાંચ વર્ષ દેશના વડાપ્રધાન રહ્યાં બાદ પણ તેમની જંગમ અને સ્થાવર મિલકત ફક્ત ૨ કરોડથી વધારે છે. વારાણસીથી શુક્રવારે નામાંકન ભર્યા બાદ આપવામાં આવેલા શપથ પત્ર અનુસાર છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાનની સંપત્તિમાં ફક્ત ૨૨ લાખ ૮૫ હજાર ૬૨૧ રૂપિયાનો વધારો થયો છે.

ઉપરાંત તેમને કોઇ લોન પણ લીધી નથી. હાલ આટલી છે પીએમની કુલ સંપત્તિ શુક્રવારે દાખલ કરવામાં આવેલા શપથપત્ર અનુસાર પીએમ મોદીની કુલ સંપત્તિ ૨ કરોડ ૫૧ લાખ ૩૬ હજાર ૧૧૯ રૂપિયા છે. જો જંગમ મિલકતની વાત કરીએ તો મોદી પાસે ૩૮,૭૫૦ રૂપિયા હાથ પર રોકડા છે. ગાંધીનગર સ્થિત એસબીઆઇ બેંકમાં ફક્ત ૪ હજાર ૧૪૩ રૂપિયા છે. આ ઉપરાંત ૧ કરોડ ૨૭ લાખ ૮૧ હજાર ૫૪૭ રૂપિયાની એફડીઆર છે.

જ્યારે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તેની કુલ સંપત્તિ રૂ.૧,૫૧,૫૭,૫૮૨ હતી. આમ જોતા પાંચ વર્ષમાં પીએમની કુલ સંપત્તિમાં રૂપિયા ૯૯ લાખ ૭૮ હજાર ૫૩૭ રૂપિયાનો વધારો થયો છે. ૩૧ માર્ચ ૨૦૧૮માં આટલી હતી સંપત્તિ નરેન્દ્ર મોદીએ પોતાની કુલ સંપત્તિ અંગે સપ્ટેમ્બરમાં માહિતી આપી હતી. આ માહિતી પીએમઓની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી. વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલી માહિતી અનુસાર પીએમ મોદીની ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી કુલ સ્થાવર મિલકત ૧ કરોડ ૨૮ લાખ ૫૦ હજાર ૪૯૮ રૂપિયા હતી. તો જંગમ મિલકત પણ ૧ કરોડ રૂપિયા આસપાસ હતી.

જંગમ મિલકતમાં ૪૮,૯૯૪ રૂપિયા રોકડા પણ સામેલ હતા. તો ભારતીય સ્ટેટ બેંકની ગાંધીનગર બ્રાંચમાં ૧૧ લાખ ૨૯ હજાર ૬૯૦ રૂપિયા હતા. મોદીના નામે એક એફડી પણ છે જે એક કરોડ સાત લાખ ૯૬ હજાર ૨૨૮ રૂપિયાની હતી. ૨૦ હજારના છે બૉન્ડ મોદીએ ૨૦ હજાર રૂપિયાના એલએન્ડટી ઇન્ફ્રા બોન્ડમાં રોકાણ કરી રાખ્યું છે. આ ઉપરાંત એનએસસીમાં ૭ લાખ ૬૧ હજાર ૪૬૬ રૂપિયા અને એલાઇસી પૉલિસીમાં ૧ લાખ ૯૦ હજાર ૩૪૭ રૂપિયા જમા કરાવ્યાં છે. મોદીની પાસે કોઇ પણ પ્રકારનું વાહન નથી. ૪૫ ગ્રામની સોનાની વીટી મોદીની પાસે ચાર સોનાની વીટી છે, જેનુ વજન ૪૫ ગ્રામ છે. તેની કુલ કિંમત ૧ લાખ ૧૩ હજાર ૮૦૦ રૂપિયા છે. વળી પીએમ મોદીએ ૮૪,૧૪૫ રૂપિયાની અંદાજિત આવક પેટે ટીડીએસ જમા કરાવ્યો છે. આ ઉપરાંત ૧,૪૦,૮૯૫ રૂપિયા પીઓમઓને જમા કરાવ્યાં છે.

0 Comments

Leave a Comment