Thursday, June 17, 2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસી લોકસભા બેઠકથી નહીં લડવાનો નિર્ણય પ્રિયંકા ગાંધી વાડ્રાનો પોતાનો હોવાનું ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ જણાવ્યું હતું. કોંગ્રેસે આ બેઠક પરથી પોતાના અગાઉના જ ઉમેદવાર અજય રાયને મેદાનમા ઉતાર્યા છે. ‘વારાણસીથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય પ્રિયંકાનો હતો, તેની સામે અન્ય જવાબદારીઓ રહેલી છે. એક જ બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેમણે પોતાની વ્યાપક જવાબદારીને વધુ મહત્વની સમજી હતી. આ જ કારણથી તેમણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો.’

કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાડ્રાને મહાસચિવનું પદ આપીને લોકસભામાં પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી હતી ત્યારથી જ પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તેવી અટકળો વહેતી થઈ હતી. વારાણસીથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય ખુદ પ્રિયંકા ગાંધીએ લીધો હોવાનું સામ પિત્રોડાએ જણાવ્યું હતું. પિત્રોડાએ અગાઉ ભારતે કરેલી એર સ્ટ્રાઈક અંગે કરેલા નિવેદનથી પણ વિવાદ થયો હતો. પિત્રોડાએ જણાવ્યું હતું કે પુલવામા ખાતેના હુમલામાં શહીદ થયેલા ૪૦ જવાનો માટે સમગ્ર દેશ પર હુમલો કરવો યોગ્ય નથી.

0 Comments

Leave a Comment