Thursday, June 17, 2021

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એક રેલીને સંબોધતા કહ્યું કે, મુખ્ય વિપક્ષો પાસે વડાપ્રધાન પદ માટે કોઈ ઉમેદવાર તો છે જ નહીં અને મોટા માટા દાવાઓ કરી રહી છે. પુણે નજીકના ચાકનમાં શિરૂર લોકસભા બેઠક પરથી શિવસેનાના સાંસદ અને ઉમેદવાર શિવાજીરાવ આધલપાવ પાટિલના ચૂંટણી પ્રચારમાં એક રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ વિપક્ષીઓ પર પ્રહાર કર્યા હતા. ઠાકરેએ કહ્યું, અમારી પાસે વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી જેવા કદાવર ઉમેદવાર છે. પરંતુ તમે વિપક્ષને પૂછશો કે તેમની પાસે વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર કોણ છે તો તેઓ કહેશે કે, ‘પહેલા મત આપો, અમે આ વિશે બાદમાં જણાવશું.’ માલવ વિસ્તાર વિસ્તારમાં એક અન્ય ચૂંટણી રેલી દરમિયાન ઠાકરેએ કહ્યું કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવાર લોકસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણી દરમિયાન ફક્ત પોતાના પરિવાર વિશે જ વિચારે છે.

શરદ પવારની દીકરી સુપ્રીયા સુપ્રિયા સુલે બારામતીથી ચૂંટણી લડી રહી છે. ઠાકરેએ પવાર પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘હું નહીં તો મારો દીકરો, જો દીકરો નહીં તો ભત્રીજો, શું બીજા લોકોના બાળકો છે જ નહીં?’

0 Comments

Leave a Comment