Thursday, June 17, 2021

લોહીવાળા કપડા મામલે સ્મૃતિએ ફોટો શેર કરી સણસણતો જવાબ આપ્યા

ન્યુ દિલ્હી,

સબરીમાલા મંદિરની મહિલાઓના પ્રવેશ પર નિવેદન આપીને વિવાદોમાં આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટીકાકારોને પોતાના અંદાજમાં સણસણતો જવાબ આપ્યો હતો. સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેની નીચે લખાણ પણ લખ્યું છે. સ્મૃતિના આ નિવેદનના વિરૂદ્ધમાં અનેક મહિલા સંગઠનો અને વિરોધ પક્ષના નેતાઓએ સવાલ ખડાં કર્યા હતાં.

જેનો સણસણતો જવાબ આપતા સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો લોહીવાળા કપડા મામલે સ્મૃતિએ ફોટો શેર કરી સણસણતો જવાબ આપ્યો શેર કર્યો છે. જેની નીચે લખાણ પણ લખ્યું છે. ફોટોમાં સ્મૃતિ ઈરાને મોં પર કપડાની પટ્ટી બાંધી છે. જેની નીચે તેમને લખ્યું છે કે, હમ બોલેગા તો બોલોગે કી બોલતા હૈ.! આ ફોટોગ્રાફ વાયરલ થયા બાદ આ અંગે મિશ્ર પ્રતિભાવો આવી રહ્યાં છે.

સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ અંગે સુપ્રીમ કોર્ટે નિર્ણય જારી કર્યા બાદ હજી પણ કેટલીંક મહિલાઓને મંદિરમાં પ્રવેશ મળ્યો નથી. ત્યારે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક કાર્યક્રમ દરમિયાન આ સંદર્ભે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, એક કેબિનેટ મંત્રી હોવાના કારણે હું સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે કશું ન કહી શકું.

પરંતુ શું તમે બ્લડવાળાં સેનેટરી પેડ્‌સ સાથે તમારા મિત્રના ઘરે જાઓ છો? તો તમે ભગવાનના ઘરે કેવી રીતે જઈ શકો? એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે, પૂજા મારો અધિકાર છે પરંતુ મને અપવિત્ર કરવાનો નહીં. બાદમાં સોશિયલ મીડિયા પર કેન્દ્રીય મંત્રીના આ નિવેદન વિશે ઘણાં સવાલો ઉભા થયા ત્યારે સ્મૃતિ ઈરાનીએ ટિ્‌વટ કરીને લખ્યું છે કે, આ ફેક ન્યૂઝ છે અને તેઓ ટૂંક સમયમાં જ આ વિશે વીડિયો રીલિઝ કરશે.

Tags:

0 Comments

Leave a Comment