Thursday, June 17, 2021

રામ ભક્ત હનુમાનજી મહારાજ મહાદેવ નાં ૧૧મા અવતાર છે .

હનુમાનજી મહારાજ નો નો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જે પાવન દિવસ ને આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ.માતા અંજના પિતા કેસરી ના પુત્ર અને શસ્ત્ર તરીકે ગદા ધારણ કરેલા બજરંગબલી દુઃખભંજન દેવ ને ત્યાં આજે વહેલી સવાર થી જ  ભક્તો ની લાંબી કતારો લાગી ગયી છે.
સરદારનગર સ્થિત મહારથી સોસાયટી સામે આવેલ રામદૂત ના મંદિરે ચમત્કારી મૂર્તિ ને તેલ સિંદૂર અને આંકડા ની માળા ચઢાવવા ભક્તો ઉમટી પડ્યા છે, મંદિર ના અગ્રણી કાર્યકર્તા શ્રી ગિરીશ ભાઈ ના જણાવ્યા પ્રમાણે ભગવાન ને સુંદર ભોગ ધરાવવામાં આવેલ છે
મંદિર ના સેવાદારીઓ દ્વારા રસ્તે થી પસાર થતા તમામ વ્યક્તિઓને ઠંડા શરબત નો પ્રસાદ અર્પણ કરાય છે, અખંડ હનુમાન ચાલીસ અને સુંદરકાંડ ના પણ આયોજન થાય છે,  ચિરંજીવી એવા મહાવીર ને ઋષિઓ દ્વારા પ્રભુ શ્રી રામ ના પરમ ભક્ત તરીકે બિરુદ મળેલ છે,  કલયુગ ના કષ્ટભંજન દેવતા રામકાજ કાર્ય માં તેમણે સુગ્રીવજી ની સાથે પ્રભુ શ્રી રામ ની  મિત્રતા બંધાવી હતી, માતા જાનકી ને પણ અશોક વાટિકા માંથી  તેઓ જ  શોધી લાવ્યા હતા.
શત્રુ ભ્રાતા વિભીષણ સાથે ભગવાને મિત્રતા કેસરી નંદન ના કહેવાથી જ કરી હતી, રાવણ ની સોના ની લંકા ને પવનપુત્ર એ આગ ને હવાલે કરી દીધી હતી, પ્રભુ શ્રી રામ અને ભગવાન ભ્રાતા શ્રી લક્ષમણજી ને નાગપાશ થી અને દ્રોણાચલ થી સંજીવની લાવી મારુતિનંદને બચાવી લીધા હતા.
Tags:

0 Comments

Leave a Comment