Thursday, June 17, 2021
પહેલીજ વાર વોટ આપવનો અનુભવ જણાવતા કોલેજ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફાલ્ગુનીબા ચૌહાન નરોડા ટાઈમ્સ ને જણાવે છે કે પ્રથમ વખત મતદાન વિશે હું ખરેખર ઉત્સાહિત છું. હવે મને લાગે છે કે હું મોટી થઇ છું અને હું મારા દેશની નાગરિક છું. મારી પાસે ચૂંટણીમાં કોઈકને જીતાડવાની શક્તિ છે. દેશ ને સાચી દિશા માં લઇ જવા માટે પહેલીજ વાર EVM નું બટન દબાવ્યું છે, મારો એક વોટ કઈ રીતે દેશ ની દશા અને દિશા બદલી શકે છે એ બાબત નો ખ્યાલ આવી ગયો છે
તો યુનિયન પબ્લિક સર્વિસીસ ની તૈયારી માં વ્યસ્ત વિદ્યાર્થીની જાનકીબા જણાવે છે કે હવે મારી પાસે લોકશાહી ના અધિકારોનો ઉપયોગ કરવાની તક છે હું જવાબદાર નાગરિક જેવું અનુભવું છું. મંગલવાર ના દિવસે વોટિંગ કર્યા પછી મને અહેસાસ થયો કે એક વોટ ની શું કિંમત છે ? કોઈ પણ ઉમેદવાર માટે એ વોટ કેટલો અમૂલ્ય છે, પક્ષ અને ઉમેદવાર ગમે તે હોય પણ તેઓએ જો યુવાઓ ના ભાવિ ઘડતર વિષે વિચાર્યું નહિ હોય તો આજ નો યુવા એ પક્ષ કે ઉમેદવાર ને સ્વીકારશે નહિ, આજ નું વિશ્વ હુનરમંદ યુવાઓ નું, વ્યાપાર સાહસિક નું  અને ટેકનોલોજી નું છે, કારણકે આપણે ખૂબ જ લાંબા સમય થી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. પછી ભલે તે ભાવવધારો, રોજગારી અથવા નાગરિક મુદ્દાઓ હોય,
આગળ કોલેજીઅન ચૈતાલી રાંગી જણાવે છે કે પ્રથમ વખત મત આપવાનો આ એક શ્રેષ્ઠ અનુભવ છે, હવે સરકાર રચવામાં મારી પણ અહમ ભૂમિકા હશે, હવે મને એ વાત નો પણ અહેસાસ થાય છે કે બુઝુર્ગ, વડીલ ઉમેદવાર ની કમાન અમારા જેવા યુવાઓ ના હાથ માં છે, જે કોઈ પણ દેશહિત માં સ્વચ્છ રાજનીતિ કરશે એવા ઉમેદવાર ને યુવાઓ સ્વીકારશે,  ગુજરાત રાજ્ય હાલ પાણી ની તીવ્ર અછત ની   સમસ્યા થી પરેશાન છે, વધુ પડતો વરસાદ કેટલાય જિલ્લા માં વિનાશ વેરે છે જો એ વરસાદી પાણી ની યોગ્ય જાળવણી થાય તો એક મોટી સમસ્યા થી લોકોને કૈક અંશે રાહત મળે
Tags:

0 Comments

Leave a Comment